મોરબીના રવાપર ઘુનડા રોડ પર માધવ ગૌશાળામાં રહેલા કડબના જથ્થામાં આગ ની ઘટના

0
39
/
ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ માધવ ગૌશાળામાં રહેલા કડબના જથ્થામાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આ આગના બનાવની મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ માધવ ગૌશાળામાં રહેલા કડબના જથ્થામાં આજે બપોરના બે વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ લાગી હતી. જોકે કડબના જથ્થામાં લાગેલી આગ વધુ ફેલાય હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગનો સ્ટાફ તાકિદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બે ગાડીના ફેરા કરીને કડબના જથ્થામાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ બનાવ અંગે મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગના સ્ટાફે જણાવ્યું હતું કે, હાલના તબક્કે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે આગથી કોઈ જાનહાની થઈ નથી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/