કોરોનાને પગલે પોલીસની સાથે રાખી રવાપર ગ્રામ પંચાયત દ્વારા સાવચેતી ના પગલાં લેવાયા
મોરબી : હાલ મોરબીના રવાપર ગામે કોરોના સંક્રમણ અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે અને રોડ ઉપર માસ્ક પહેર્યા વગર નીકળેલા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ રવાપર ગામે શનિવારી બજાર પણ બંધ કરાવવામાં આવી હતી.
મોરબી શહેર જિલ્લમાં કોરોના સંક્ર્મણ વધતા રવાપર ગ્રામ પંચાયત દ્વારા આજે રાત્રે નવ વાગ્યા પછી રવાપર ગામમાં ખુલ્લી રહેતી દુકાનોમાં ભીડ ન થાય અને લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે તે માટે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, હાથ વારંવાર સેનીટાઇઝેશ કરવા એવા મેસેજ સાથે ઓડિયો કિલીપ બનાવીને એક રીક્ષા પણ ફેરવવામાં આવી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide