મોરબી: હાલ તસ્કરો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ખાખીનો કોઈ ડર તસ્કરોને રહ્યો ના હોય તેમ ઘરફોડ ચોરી અને વાહનચોરીના બનાવો સતત પ્રકાશમાં આવતા રહે છે જેમાં મોરબીની ગૌતમ સોસાયટીમાંથી તસ્કર ટોળકી એલ્યુમીનીયમના દરવાજાન ચોરી કરી ગયા છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રવાપર રોડ પર આવેલ ગૌતમ સોસાયટીમાં ભંગારની ચોરીની ઘટના બની હતી જેમાં તસ્કર ટોળકી ગૌતમ સોસાયટીમા રાખેલ એલ્યુમીનીયમ દરવાજાની ચોરી કરી જાય છે જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જે ચોરી કરવામાં એક પુરુષ અને બે મહિલાની સંડોવણી સીસીટીવી કેમેરાના માધ્યમથી ખુલ્લી પડી છે મોરબી શહેરમાં અનેક સ્થળે બાંધકામ સાઈટ પર ખુલ્લો સામાન પડ્યો હોય છે ત્યારે તસ્કર ટોળકી આવી બાંધકામ સાઈટ પર નજર રાખતી હોય છે અને મોકો મળતા હાથફેરો કરી નાસી જતી હોય છે ત્યારે પોલીસ પણ નાઈટ પેટ્રોલિંગ વધારે તેવી માંગ નાગરિકો કરી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide