મોરબીના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવાશે !!

0
120
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી પાલિકા દ્વારા શહેરના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે ૧૦૨૦ મીટર લાંબા અને અઢી મીટર પહોળો સાયકલ ટ્રેક બનાવવા માટે ૩૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. ઓદ્યોગિક રીતે સમૃદ્ધ મોરબી શહેરમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સંખ્યામાં વધારો થય રહ્યો છે . શહેરમાં ટ્રાફિકની સાથે ઘોંઘાટ, પ્રદુષણની સમસ્યા વધી રહી છે વિશ્વ સાયકલ દિવસ પૂરતા જ સાયકલનો ઉપયોગ કરવાને બદલે પ્રદુષણને અટકાવવા ઉદેશથી સાયકલના ઉપયોગ તરફ વાળવા માટે પાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગ પર સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેના ટેન્ડર પ્રક્રિયા શરુ થઈ ચુકી છે અને નજીકના ભવિષ્યમાં મોરબીના લોકો માટે સાયકલ ટ્રેક બનાવીને ખુલ્લો મુકવામાં આવશે અને અહી સફળ થયા બાદ સમાંકાથે પણ સાયકલ ટ્રેક બનાવામાં આવશે તેવું પાલિકાના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે પણ આ યોજનો તો જ સફળ થય લોક પોતે જાગૃત થય અને વાહનો મૂકી મહિનાના અમુક દિવસોમાં સાયકલ ચલાવે તો માત્ર ટ્રેક બનાવથી યોજન સફળ થતી નથી

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/