મોરબીના તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા પીજીવીસીએલ વિભાગને રજુઆત, ખેતીવાડીમાં પૂરતા પ્રમાણમાં નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ
મોરબી : હાલ મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અત્યારે ખેતીવાડીમાં પિયતના અણીના સમયે જ સતત વિજકાપથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી ખેડૂતોને આર્થિક નુકશાની ભોગવવાની નોબત આવી છે. ખાસ કરીને પાણીની મોટર બળી જતી હોય પિયત યોગ્ય રીતે ન થઈ શકતું હોવાથી ખેડૂતોને પાકની નુકશાનીનો ભય સતાવી રહ્યો છે.
મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથી સહિતનાએ પીજીવીસીએલ શનાળા વિભાગના ડે. ઈજનેરને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના ખેવાળીયા, માનસર, ગોરખીજડિયા, દેરાળા સહિતના ગામોમાં અનિયમિત વીજ પુરવઠાને ખેડૂતો આફતમાં મુકાઈ ગયા છે. હાલ ખેતરોમાં પિયતનો સમય ચાલી રહ્યો છે.એટલે પાકના જતન માટે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાની તાતી જરૂર હોય છે. પણ આવા સમયે જ વીજ ધાંધિયા થતા હોય ખેડૂતોને પાકના જતનમાં મોટી મુશ્કેલી પડે છે. જો કે સરકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાનું નક્કી કર્યું છે. પણ ખેડૂતોને હકીકતમાં પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી. આથી ખેતીવાડીમાં પૂરતા પ્રમાણમાં નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide