મોરબી: સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મહિલાનું મૃત્યુ થયાની ઘટના ઘટી છે
મોરબીના ઉમા ટાઉનશીપમાં આવેલ શુભ કન્ટ્રકશન ખાતે પાયલ સુરેશભાઈ ભાભોર (ઉ.વ.૨૦) નામની આદિવાસી મહિલા સફાઈ કરતી વેળાએ ચોથા માળેથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાઈ હતી જ્યાં તેનું મોત થયું છે બનાવની નોંધ કરી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના હસનપર ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
વાંકાનેરના હસનપર ગામના રહેવાસી ભુપતભાઈ અમરશીભાઈ પરમાર (ઉ.વ.22) નામના યુવાન કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવને પગલે સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તેની વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide