મોરબીના સરતાનપર રોડ પર ટેકઝા સિરામીક ફેકટરીમાં વિકરાળ આગ

0
88
/
રાતાવિરડા ગામ નજીક ઘટના : મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે

મોરબી : હાલ મોરબી સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક એલેએલપી ફેકટરીમાં બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે રવાના થયો છે.

મોરબી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ બપોરના સુમારે સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ પાસે આવેલ ટેકઝા સિરામીક એલએલપી નામના કારખાનામાં આગ લાગી હોવાનો કોલ આવતા એક ફાયર ફાયટર સાથે ફાયરમેનની ટિમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ટેકઝા સિરામીક એલએલપી કારખાનામાં વિકરાળ આગ લાગી છે અને આગના લબકાર દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. ફેકટરીના પતરા ઉપરથી આગ દેખાઈ રહી હોય સિરામીક યુનિટમાં મોટા પ્રમાણમાં નુકશાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે. આગની આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/