મોરબીના સીમા જાગરણ મંચ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ વિતરણ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી

0
94
/

સોલંકીનગરના ગામલોકોએ ભારત માતાનું પૂજન કર્યું

મોરબી : આજે સીમા જાગરણ મંચ સાગરભારતી મોરબી દ્વારા 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગરીબ પરિવારોને અનાજ અર્પણ કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.તથા ગામલોકોએ ભારતમાતાને કંકુ,ચોખા-તિલક કરી ભારતમાતાનું પૂજન કર્યું હતુ.

મોરબીના સીમા જાગરણ મંચ સાગરભારતી દ્વારા 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના સીમાવર્તી વિસ્તારના સોલંકીનગર ગામે ભારતમાતાના પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ગામના પરિવારજનોએ ભારતમાતાને કંકુ,ચોખા અને તિલક કરી ભારતમાતાનું પૂજન કર્યું હતું.તેમજ આ પૂજન અને પર્વ અંગે દિલીપભાઈ પરમાર દ્વારા બૌધ્ધિક વક્તવ્ય આપવામાં આવેલ હતું.સીમા જાગરણ મંચ દ્વારા આ પ્રજાસત્તાક પર્વ નિમિતે ગામના ગરીબ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા બદલ સીમા જાગરણ મંચના સહ સંયોજક હિરેનભાઈ વિડજાએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/