મોરબીના સેવાભાવી અજય લોરિયા ફરી શહીદોને સહાય અર્પણ કરવા પંજાબ જશે

0
251
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

જોધપરની નાનકડી દિકરી એ ઘરે ઘરે ફરી શહીદો માટે ફંડ એકત્ર કર્યું

મોરબી : હાલ મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા 2 વર્ષ બાદ ફરો શહીદોને સહાય અર્પણ કરવા પંજાબના પ્રવાસે જશે. જયારે મોરબીના જોધપર ગામની દિકરી હિરલ બરાસરા અને તેમની સહેલીઓએ શહીદ દિવસ નિમિતે ઘરે ઘરે જઈ 12620 રૂ. એકત્રિત કરી આ રકમ અજય લોરીયાને અર્પણ કરી હતી.

તાજેતરમાં જ અજય લોરીયાએ ગુજરાતના શહીદ જવાનો હરીશસિંહ પરમાર એ 1,75,000 અને જયદિપસિંહ સોલંકીને 1,75,000 અર્પણ કર્યા હતા. અને અગાઉ જુદા જુદા રાજ્યોમાં ફરી 20 થી વધુ શહીદ જવાનોને સહાય અર્પણ કરી હતી. અને હજી તેમની પાસે રહેલ સહાય 7,88,620 માંથી પં શહીદ જવાનોને એ રકમ અર્પણ કરવા 1 એપ્રિલે પંજાબ જાવા રવાના થશે. અને હજુ જે કોઈ લોકોને સહાય અર્પણ કરવી હોય તો તેઓએ અજય લોરીયા-99134 33333 પર સંપર્ક કરવા અનિરોધ કર્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/