[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા શનાળા બાયપાસ પાસેના લાયન્સનગરમાં તંત્રના પાપે વર્ષોથી પ્રાથમિક સુવિધાનો સંદતર અભાવ હોય ઉપરથી વિસ્તારમાં શાળા પાસે જાહેર રોડ કચરાના ડુંગર ખડકાયા છે. આ ગંદકીના ગંજથી ભયકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
મોરબીના વોર્ડ નંબર 11માં આવેલ શનાળા બાયપાસ પાસેના લાયન્સનગર વિસ્તારમાં વર્ષોથી લોકો પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. અનેક રજુઆત છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. રોડ, પાણી ગટર, લાઈટ, સફાઈ સહિતની તમામ સુવિધાઓનું નામોનિશાન જ નથી. આ વિસ્તાર શહેરનો હિસ્સો હોવા છતાં કોઈ અંતરિયાળ ગામડું હોય તેના કરતાંય બદતર હાલત છે. આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાય રહ્યા છે. શાળા પાસે જ જાહેર રોડ ઉપર કચરાના ઢગલા થઈ ગયા છે. કચરા કલેક્શન માટે કોઈ આવતું જ ન હોય તે રીતે આ જાહેર માર્ગ ઉપર કચરાના ડુંગર જોવા મળે છે. લાઈટો બંધ હાલતમાં છે. રોડ ઉપર કપચી કાંકરા દેખાવા મંડ્યા છે. આથી આ વિસ્તારના લોકો ત્રસ્ત થઈ ગયા છે અને ફરી એકવાર સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ નગરપાલિકા તંત્ર સમક્ષ તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવાનો પોકાર કર્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide