મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

0
115
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના મંદિરે આગમન થયું હતું.

મોરબીના શક્ત શનાળા ખાતે આજે ગુરુવારે ક્ષત્રિય ધર્મ રથયાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પાઘડી સાફા તેમજ રાજપુતાના પોશાકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રા શક્ત શનાળાથી ટંકારા તાલુકાના વિરપર, લજાઈ, સજનપર, મિતાણા, વિરવાવ, નેકનામ, જોધપર ઝાલા, મેઘપર ઝાલા, બંગાવડી, ધૂનડા, મોટા ખીજડિયા, નાના રામપર, મોટા રામપર, નસીતપર, જીવાપર સહિતના ગામોમાં ફરનાર છે.ઉલ્લેખનિય છે કે, ક્ષત્રિય ધર્મ રથયાત્રાના આગમન સમયે મુસ્લિમ સમાજ અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને આહવાન કર્યું હતું. સાથે જ ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ખુલ્લું આહવાન કર્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/