સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી
મોરબી: મોરબી શહેરના સામાકાંઠે આવેલ શોભેશ્વર મહાદેવજીના મંદિર જવાના રસ્તે લાઈટો બંધ હોય અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો દર્શન માટે જતા હોય જેથી અંધકારને પગલે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી બંધ લાઈટો ચાલુ કરવાની માંગ કરવામાં આવેલ છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે અને જીગ્નેશભાઈ પંડ્યાએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝથી શોભેશ્વર મહાદેવ મંદિર સુધી રોડ પરની લાઈટો બંધ છે આ સ્ટ્રીટ લાઈટ છ માસથી બંધ છે આ રોડ પર વિકાસ વિધાલય તેમજ વૃદ્ધાશ્રમ આવેલ છે તો હાલ પવિત્ર શ્રાવણ માસમાં શોભેશ્વર મંદિરે ભક્તો જતા હોય છે રાત્રીના લાઈટો બંધ હોવાથી અસામાજિક તત્વોને ફાવતું મળે છે અને લોકો અંધકાર હોવાથી અસલામતી અનુભવે છે જેથી આ વિસ્તારની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરીને વૃદ્ધો અને નિરાધારો તેમજ મંદિરે જતા ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવે બંધ સ્ટ્રીટ લાઈટ તાત્કાલિક ચાલુ કરાય તેવી બુલંદ માંગણી કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide