મોરબી : હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના શાપર ગામે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી.લીધા હતા. જ્યારે એક આરોપી હાજર ન મળતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
હાલ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધા રેમોરબી તાલુકાના શાપર ગામની સીમમાં કજરીયા સેનેટરીવેર કારખાના પાસે GJ-36-A-6077 નંબરના બાઇક ઉપર એક કાળા કલરના થેલામાં વિદેશી દારૂ સાથે નીકળેલા આરોપીઓ રણજીતભાઇ બીજલભાઇ પારઘી, લાલજીભાઇ વિરમભાઇ ધામેચા, રાહુલભાઇ કરમણભાઇ લોલાડીયાને વ્હીસ્કીની બોટલ નંગ-૦૨ કિં.રૂ. 1640તથા મેકડોવેલ્સ લકઝરી પ્રિમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૦૧ કિં.રૂ. 375 સહિત કુલ.રૂ. 2015 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી યુવરાજસિંહ અભેસિંહ પરમાર હાજર ન મળતા તેને ઝડપી લેવા પણ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide