કર્તવ્ય પેટ ક્લિનિકમાં પાલતુ પશુ પક્ષીઓને રાહત દરે સારવાર મળી શકશે
મોરબીઃ હાલ મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીનાં જીવદયા પ્રેમીઓ માટે પોતાના ઘરે રાખવામાં આવતા પાળતુ પશુ-પક્ષીઓને રાહતદરે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી કર્તવ્ય પેટ ક્લિનિક શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી 1લી મે ને રવિવારના રોજ મોરબીના ઉમિયા સર્કલ પાસે દ્વારકાધીશ કોમ્પલેક્ષમાં દુકાન નંબર-4માં કર્તવ્ય પેટ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવશે.
આ પેટ ક્લિનિકમાં કોઈ પણ બીમાર પ્રાણીઓની સારવાર નહીં નફા નહીં નુકસાનનાં ધોરણે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. આ ક્લિનિક થકી પશુઓમાં ચોક્કસ નિદાન માટે લેબોરેટરીમાં પણ 50 % નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે સાથે વેક્સિનેશન તથા દવાઓમાં 15 થી 20 % સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ પેટ ક્લિનિકમાં બિનવારસી અને માલિકી વગરના પશુ- પક્ષીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. તો મોરબીની દરેક જીવદયા પ્રેમી જનતાને આ ક્લિનિકનો લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે મો.નં.- 7574885747 પર સંપર્ક કરવા જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide