મોરબીમાં મોડી સાંજે મોરબીના રાજપર રોડ પર આવેલા થોરાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસન્ટ કાર ન.GJ03 CA 4314 આચનક થાંભલા સાથે અથડાઈ જતા કાર પલટી ખાઈ ગઈ હતી અને કારમાં સવાર બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા બનાવની જાણ મોરબી તાલુકા ઈન્ચાર્જ પીઆઇ વિરલ પટેલને થતાં જ પોલીસની ટીમને ઘટના સ્થળે મોકલી અકસ્માત નું કારણ જાણવા કવયત હાથ ધરી છે જેમાં આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકના નામ મૃતકોના નામ રાજેશ ભાઈ મહેતા ઓરેન્જ પોલીપેક ચાચાપરના કોન્ટ્રાક્ટર અને મનોજભાઈ અન્ય એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે હાલ ત્રણેય ના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરિવાર જનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide