મોરબીના વાવડી ગામે બંધ મકાનમાં 1.39 લાખની ચોરી

0
169
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા તોડી રૂપિયા 1.39 લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વાવડી ગામે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા મૂળ પોરબંદરના રહેવાસી બીપીનભાઈ લાભશંકરભાઈ મહેતાના મકાનમાં ગત તા.6થી તા.10ના અરસામાં તસ્કરો મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી બેડરૂમમાં કબાટમાં પડેલ સોનાનો ચેઇન, સોનાનો હાર, સોનાની બુટી સહિત પાચ તોલા દાગીના તેમજ 15 હજાર રોકડા મળી કુલ 1,39,000નો મુદ્દામાલ ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/