મોરબીના વાવડી રોડની સોસાયટીના ઘરોમાં ગટરના ગંદા પાણી !!

0
89
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : વિગતો મુજબ મોરબી નગરપાલિકાએ થોડા સમય પહેલા જ ગટર સહિતની સમસ્યાના ઉકેલ માટે ચાર કર્મચારીઓના પર્સનલ હેલ્પલાઇન નંબર જ જાહેર કર્યા હતા. પણ આ હેલ્પલાઇનનો પણ ફિયાસ્કો થયો હોય એમ ગટરની સમસ્યા ઘટવાને બદલે વધી છે. જેમાં મોરબીના વાવડી રોડની સોસાયટીમાં ઘરમાં ગટરના પાણી ઘુસી ગયા ત્યાં સુધી તંત્ર ઉઘતું રહ્યું છે. તંત્ર ગટરની સમસ્યા ઉકેલવામાં ભારે બેદરકારી દાખવતું હોવાથી ગંદકીને કારણે લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર શેરી નંબર-5 સીતારામ પેલેસમાં ગટરના પાણી ઘરના ફળિયામાં ઘુસી ગયા છે. જો કે આ શેરીમાં ઘણા સમયથી ગટર ઉભરવાની ગંભીર સમસ્યા છે. પહેલા શેરીમાં ગટરના પાણી ઉભરાતા હતા અને હવે ગટરના પાણી ઘરમાં ઘુસી ગયા છે. આ વિસ્તારના લોકો કહે છે કે, ગટર ઉભરવાની સમસ્યા મામલે મોરબી નગરપાલિકામાં અનેક વખત ફરિયાદ કરી છે. પણ મોરબી નગરપાલિકાના અધિકારીઓ આ બાબતે એકબીજાને ખો આપીને જવાબદારીમાંથી હાથ ખખેરી નાખે છે. આથી ગટરની સમસ્યા માટે રજુઆત કરવા જવું તો ક્યાં જવું ? બીજી તરફ આ એપાર્ટમેન્ટમાં સતત ગટરના ગંદા પાણી ઉભરાયા કરે છે. એકબાજુ વરસાદ છે અને બીજીતરફ આ ગટરના ગંદા પાણી છે. તેથી સતત પાણી ભરાય રહેવાથી રોગચાળો ફેલાય તેવી દહેશત છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/