બન્ને સંસ્થાઓને દાન આપી પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા યુવા આગેવાન અજય લોરીયા
મોરબી : મોરબીમાં દરેક આપત્તિ વખતે માનવ સેવાની જ્યોત જલાવનાર અગ્રણી ઉધોગપતિ અજયભાઈ લોરીયાએ આજે પોતાના પુત્રને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. યુવા ઉધોગપતિએ પોતાના પુત્રને જન્મદિવસ નિમિતે વિકાસ વિધાલય અને યદુનંદન ગૌશાળાને રૂ.51-51 હજારનું દાન આપીને સમાજને નવો રાહ ચીંધ્યો છે.
મોરબીના અગ્રણી યુવા ઉધોગપતિ અજયભાઈ લોરીયા સદાય માનવ સેવાના કાર્યો માટે અંગેસર રહે છે.જેમાં તેમણે પોતાની ટીમની મદદથી ભારત દેશની રક્ષા માટે ફના થયેલા શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે ફાળો એકત્ર કરી દેશના ખૂણે ખૂણે વસતા શહીદોના ઘરે પહોંચીને તેમના પરિવારોને હાથોહાથ આર્થિક સહાય અર્પણ કરી હતી. તેમજ કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન પણ તેમણે અનેક સામાન્ય માણસોમાં સેવપ્રવૃત્તિ ચલાવી હતી. આ રીતે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરનાર અજય લોરીયાના પુત્ર દેવના આજે છ વર્ષ પુરા થયા છે. તેથી, વ્હાલસોયા પુત્ર દેવના જન્મદિવસ નિમિતે તેમણે રૂ.51 હજાર યદુનંદન ગૌશાળા અને રૂ.51 હજારનું દાન વિકાસ વિધાલયને અર્પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ વિધાલયમાં તેઓએ વિદ્યાર્થીનીઓને રૂ. 51 હજારમાંથી કપડાં તેમજ જુદીજુદી ચીજવસ્તુઓ ભેટમાં આપેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide