[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ ચંદ્રયાન -3ના સફળ લેન્ડિંગ બાદ ઇસરોને ચંદ્ર ઉપર ખનીજ તેમજ ઓક્સિજન હોવાના પ્રમાણ મળ્યા છે ત્યારે વિશ્વભરમાં ચંદ્રમાં ઉપરના સંશોધનોની ચર્ચાઓ વચ્ચે મોરબીના યુવાને ચંદ્ર ઉપર એક એકર જમીન ખરીદી છે જેનું સત્તાવાર રીતે રજીસ્ટ્રેશન પણ કરી લેવામાં આવ્યું છે અને આ જમીન ખરીદી અંગે લુના સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા યુવાનને સર્ટિફિકેટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું છે.
સિરામિક સીટી મોરબીના ઉત્પાદનો વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે મોરબીના મોજીલા લોકો પણ કંઈક અવનવું કરી ચર્ચામાં રહેતા હોય છે એવામાં મોરબીના વતની મેહુલભાઈ બી.ભુંભરિયાએ પણ કંઈક એવું કામ કર્યું છે કે તેઓ હાલ ચર્ચામાં આવ્યા છે, મોરબીના મેહુલભાઈ બી.ભુંભરિયાએ લુના સોસાયટી ઇન્ટરનેશનલ મારફતે ચંદ્રમાની સપાટી ઉપર એક એકર જમીન ખરીદ કરી હાલમાં ચંદ્રમા ઉપર જમીન ખરીદનાર મોરબીના પહેલા વ્યક્તિ બન્યા હોવાનું સામે આવ્યું છે.
વધુમાં મોરબીના મેહુલભાઈ બી.ભુંભરિયાને લુના સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા ચંદ્રમાની સપાટી ઉપર લેક ઓફ ડ્રિમ્સની બાજુમાં લુકાસ સોમનરિયમ પાસે જમીન ફાળવવામાં આવી છે અને અમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલ ધ લુનાર રજિસ્ટ્રી ઓફિસ ખાતે તારીખ 1 સપ્ટેમ્બર 2023ના રોજ વિધિવત રીતે રજિસ્ટ્રી પણ કરવામાં આવી છે. જો કે, એક હકીકત એ પણ છે કે, ચંદ્રમા ઉપર વસવાટની વાતો હજુ અધ્ધરતાલ છે અને લુના સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા ચંદ્રમા ઉપર જમીન વેચાણમાં થતી આવક વિવિધ સ્કોલરશીપ માટે વાપરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide