મોરબીની ગંદકીથી પ્રજા પરેશાન છે છે ત્યારે રોગચાળો ફાટી નીકળે ત્યારે તંત્ર જાગશે કે શું : રમેશભાઈ રબારી, મહેશ રાજ્યગુરુ
મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી મોરબીની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકાની કામગીરી ડી ગ્રેડ કરતા પણ ખરાબ હોવાનો આરોપ લગાવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ મોરબીને નર્કાગાર બનાવનાર નગરપાલિકા ક્યારે જાગશે તેવા અણીયારા સવાલ ઉઠાવ્યા છે.
મોરબી શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ ભાજપના બાવન સભ્ય અને ત્યાર બાદ વહીવટદારના શાસનમાં પ્રજાને સુવિધા મળશે તેવું લાગતું હતું પરંતુ ધારાસભ્યની આગેવાની હેઠળ ચાલતી મોરબી નગરપાલિકા શહેરની પ્રજાને સુખાકારી આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ હોવાનું અને શહેરની અંદર જ્યાં જુઓ ત્યાં કચરાઓના ઢગલા, ઉભરાતી ભૂગર્ભ ર્ગટરોના પાણી રોડ રસ્તાઓ ઉપર ખાડા શેરી ગલીઓમાં અંધકાર મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકાની કામગીરીની ઓળખ બની ગયાનું મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ એકસૂરે જણાવ્યું હતું.
વધુમાં મોરબી શહેરની પ્રજા પોતાને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે થઈ પોતાની કમાણીમાંથી ટેક્સના પૈસાઓ નિયમિત પણે ભરે છે તેમ છતાં પણ પ્રજાની સુખાકારી માટે મોરબી નગરપાલિકા કેમ કામગીરી કરતી નથી. તે પણ સવાલ છે કે જેમ કે હમણાં વાંકાનેરમાં રાજકોટના સાંજ સુધી કહેલું કે ગાડા નિચે શ્વાન ચાલે છે અને ભાર હું ઉપડું છું તેવું લોકો માને છે તેવું મોરબીમાં નથી ને કહેવત છે કે બે આખલાઓની લડતમાં અન્ય પીસાઈ તેવું નથી ને? તેવા સવાલ કોંગી અગ્રણીઓએ ઉઠાવ્યા છે. મોરબીમાં ભાજપની આંતરિક લડાઈમાં મોરબી શહેરને નર્કાગારમાં ફેરવી દેવામાં આવેલ છે વારંવાર લોકો નગરપાલિકાએ જઈ પોતાના વિસ્તારોની કચરાઓના ઉકરડા અને પાણી અને ભૂગર્ભ ગટરની પરિસ્થિતિની ફરિયાદ કરે છે પણ જાણેકે નગરપાલિકા ને પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં તકલીફ પડતી હોય તેવું વાતાવરણ આજે મોરબી શહેરમાં જોવા મળી રહ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide