મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને ભાજપના પૂર્વ પ્રમુખ ગડારાની રજુઆત
મોરબી : હાલ ઔધોગિક રીતે સમૃદ્ધ મોરબી વિકાસ અને વસ્તીની દ્રષ્ટિએ મહાપાલિકાનો દરજ્જો મેળવવા સક્ષમ હોવા છતાં મોરબીને મહાપાલિકાનો દરજ્જો ન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને રજુઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબીની મહાનગરપાલીકાનો દરજજો આપવા અગાઉ પણ ઘણી વખત રજૂઆત કરી હતી. મોરબી સિરામિકનું હબ હોય આશરે એક હજાર કરતા પણ વધારે સિરામિક ફેક્ટરીઓ મોરબીમાં સ્થાપિત થયેલી હોય જેથી અન્ય શહેરો તેમજ અન્ય રાજયોમાંથી કામદારો મોરબીમાં વસવાટ કરતા હોવાથી મોરબીની વસ્તી અનેકગણી વધી રહી છે. તેમજ દેશ-વિદેશથી પણ વ્યાપારીઓ ટાઈલ્સના વ્યાપાર અર્થે આવે છે. સીરામિક પ્રોડક્ટસની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટેશન પણ વધી ગયુ હોય ટ્રક જેવા ભારે વાહનોની મોટી સંખ્યામાં દરરોજ અવર-જવર રહે છે. જેથી ટ્રાફિકની પણ અતિ વિકટ સમસ્યા રહે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide