મોરબીને રેમડેસિવીરનો વધુ જથ્થો આપવા મોહનભાઇ કુંડારીયાની સીએમને રજુઆત

0
72
/

મોરબી: હાલ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવા સાથે કોવિડ-19ની ટેસ્ટ કીટની અછત સર્જાઈ હોવાના અખબારી અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સંબંધિત તંત્રને આ સંદર્ભે ત્વરિત વ્યવસ્થાઓ દુદ્રઢ કરવા સૂચનાઓ આપી છે.

પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને કિવિડ-19 પ્રતિરોધક રસી મુકવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે બીજી તરફ કોવિડ-19ના કેસોમાં આવેલા જબ્બર ઉછાળાને લઈને નાગરિકો ટેસ્ટ કરાવવા માટે પણ ઉમટી રહ્યા છે. મોરબી જિલ્લામાં ટેસ્ટ કીટની અછત સર્જાઈ હોવાના અખબારી અહેવાલો બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને અગાઉ બંધ કરી દેવાયેલું ઘુંટુનું કોવીડ કેર સેન્ટર પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/