મોરબીની 216 ગ્રામ પંચાયતોમાં જીત મેળવ્યાનો ભાજપનો વિશ્વાસ

0
59
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આંકડામાં નથી પડવું પણ અનેક ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસ પ્રેરિત હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વિશ્વાસ

મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગ્રામીણ સંસદ એટલે કે ગ્રામ પંચાયતોમાં સ્થાનિક મનપસંદ ઉમેદવારોને નાગરિકોએ જીત અપાવવાની સાથે જ ભાજપ – કોંગ્રેસે પરસ્પર જીતના દાવા કર્યા છે જેમાં ભાજપે 216 ગ્રામ પંચાયતો કેસરિયા હોવાનું તો કોંગ્રેસે આંકડામાં પડવું નથી પરંતુ અનેક પંચાયતોમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચોને સતા મળી હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જાહેર કર્યું હતું.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલે દાવો કર્યો હતો કે, મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે રીતે ઊંચું મતદાન થયું તે ખરેખર દેશની લોકશાહી અખંડિતતા માટે સારી બાબત છે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષના સિમ્બોલ ઉપર લડાતી નથી.પણ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા હોય તેવા મોટાભાગના કાર્યકર્તાઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયી થયા છે. એટલે એમ કહી શકાય કે આંકડામાં નથી પડવું પણ ખાખરેચી,ત્રાજપર, સરવડ, બરવાળા, મોડપર સહિતના અનેક ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ પ્રેરિત વિજય થયો છે અને આ સરપંચો સાથે પક્ષ કેમ મજબૂત બને અને ગામમાં સારા કામો કેવી રીતે કરી શકાય તે અંગે પ્રયાસો કરાશે.

બીજી તરફ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એવો દાવો કર્યો છે કે, આશરે મોરબી જિલ્લાની 216 ગ્રામ પંચાયતોમાં ભાજપ તરફી વિચારધારા ધરાવતા ઉમેદવારોની જીત થઈ છે. જેમાં રવાપર, બગથળા, નાની વાવડી, જેતપર, ટંકારામાં નેકનામ સહિતની ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે. મોટાભાગના ગામોમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. અને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતને અભિનંદન સાથે ગામના વિકાસના કામો કરી સરકારની યોજનાઓને છેવાડાના લોકો સુધી લાભ આપે અને અમારી ક્યાંય પણ જરૂરિયાત પડે તો અમારા દ્વાર ખુલ્લા હોવાનું જણાવ્યું હતું.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/