મોરબીની 6 સિરામીક ફેકટરીમાંથી રૂ.3કરોડની GST ચોરી ઝડપાઈ

0
45
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ રાજકોટ અને અમદાવાદ ડીજીજીઆઇની સયુંકત ટીમો દ્વારા બુધવારે બપોર બાદ મોરબીની 6 સિરામીક ફેકટરીઓમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ પ્રાથમિક તબ્બકે જ રૂ.3 કરોડની જીએસટી ઝડપાઈ છે અને હજું સાહિત્ય જે કબ્જે કરવામા આવ્યું છે તેના અભ્યાસ બાદ ચોરીનો આંક વધવાની શકયતા વ્યકત કરવામા આવી રહી છે.

રાજકોટ ડીજીજીઆઇની ટીમ દ્વારા થોડાસમય પહેલા મોરબીમાંથી રૂપિયા એક હજાર કરોડનું બોગસ ઈ-વે બીલ કૌભાંડ ઝડપી લઈ માસ્ટર માઈન્ડ એવા એક શખ્સની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા બાદ આ બોગસ ઈ-વે બીલ કૌભાંડમાં સ્થાનિક સિરામીકની અમુક ફેકટરીઓ પણ સંડોવાયોલ હોવાનું સામે આવ્યું હતું જેમાં ડીજીજીઆઇએ કુલ 42 ફેકટરીઓની સંડોવણી હોવાનું શોધી કાઢ્યું હતું. અને તમામ ફેક્ટરીઓના નામો પણ ડીજીજીઆઇના રડારમાં આવી ગયા હતા.

બીજી તરફ ડીજીજીઆઇની ગિરફતમાં આવેલા કૌભાંડી શખ્સે 42 ફેક્ટરીઓના નામ આપી દીધા બાદ લાંબા સમય સુધી ગુપ્તરાહે તપાસ કરવામા આવ્યા બાદ બુધવારે અમદાવાદ અને રાજકોટની ટીમે એક સાથે છ ફેકટરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરી જીએસટી ચોરી કરતા ઉદ્યોગકારોને સાણસામા લીધા છે અને હજુ પણ સર્ચ દરમિયાન સાહિત્યની ચકાસણી કરવામા આવ્યા બાદ રૂ.3 કરોડની ચોરી ઉજાગર થવા પામી છે. જો કે હજું અમુક ફેકટરીઓમાંથી સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું છે તેનો અભ્યાસ કરવામા આવ્યા બાદ ચોરીનો આંક વધવાની શક્યતા વ્યકત કરવામા આવી રહી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/