મોરબીની તમામ હોસ્પિટલની માહિતી માટે ખાસ morbidoctor.com વેબસાઈટનું લોન્ચિંગ

41
190
/

મોરબીની તમામ હોસ્પિટલની બધી જ જાણકારી હવે આંગણીના ટેરવે ઉપલબ્ધ : અમુક હોસ્પિટલમાં ઓનલાઇન અપોઈટમેન્ટ પણ મેળવી શકાશે

મોરબી : ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા એક વેબસાઈટનુ લોન્ચિંગ 18 ઓગસ્ટને રવિવારે સાંજે 07:00 કલાકે એપલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આઇઆઇએમના સભ્યો અને જાગૃત નાગરિકો અને ટેક્નોસેવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વેબસાઇટ પરથી મોરબીની જનતા, મોરબીના આઈ.એમ.એ.ના ડોક્ટરોની વિગતો સર્ચ કરી શકશે.

આ વેબસાઇટમાં અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, તેમના એડ્રેસ, ફોન નંબર તથા google મેપ પર હોસ્પિટલનું લોકેશન જાણી શકાશે. આ ઉપરાંત કઈ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી છે તે પણ માહિતી મળી શકશે. ઘણી હોસ્પિટલ દ્વારા ઓનલાઇન અપોઇન્ટમેન્ટની સુવિધાઓ પણ મળી શકશે. હવે પછી મોરબીના કોઈ દર્દીઓને કંઈ પણ માહિતીની જરૂર પડે તો કોઈ પણ સમયે એક જ વેબસાઇટ પરથી તમામ માહિતી મેળવી શકશે. આ કાર્યક્રમમાં વેબસાઇટ વિશે વધુ માહિતી આપવામાં આવી હતી.

ડૉ. કેતન હિંડોચા (પ્રેસિડેન્ટ, IMA મોરબી) તથા ડૉ.અમિત ધુલે (સેક્રેટરી IMA મોરબી) એ આ વેબસાઈટ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા નવી વેબસાઈટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે પાછલા ત્રણથી ચાર મહિનાની અત્યંત મહેનત બાદ રવિવારે આ વેબસાઇટ લાઇવ થઈ રહી છે. આ વેબસાઈટ બનાવવાનો મૂળ હેતુ આ વેબસાઇટ પરથી મોરબીના તમામ ડોક્ટરોની માહિતી એક જ જગ્યાએથી મોરબીની જનતાને મળી શકે તે માટેનો છે. આ વેબસાઇટ દ્વારા ડોક્ટરનું નામ (સ્પેશ્યાલિટી પ્રમાણે), એડ્રેસ તથા ફોન નંબર, ક્યા ક્યા ડોકટરો IMA સાથે જોડાયેલા છે, કેટલો સમયથી જોડાયેલા છે તેનું લિસ્ટ, ગુગલ મેપ લોકેશન, 24 ×7 કલાક સર્વિસ આપતી હોસ્પિટલોની નામાવલી, ઓનલાઇન એપોઇન્ટમેન્ટ (અમુક હોસ્પિટલ માટે) ઉપલબ્ધ બનાવાઈ છે. આ ઉપરાંત મોરબી ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના પ્રમુખ Dr.Ketan Hindocha દ્વારા આ વેબસાઈટ માટે ફોન માટેની એપ્લિકેશન પણ બનાવેલ છે. વેબસાઇટ અને ફોનની એપ્લિકેશન માટે ની લીંક નીચે મુજબ છે

Website- http://morbidoctor.com

Play store app પરથી આ લિંક પર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે : https://play.google.com/store/apps/details?id=com.ketan.imamorbi&hl=en

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.