મોરબીની સિરામિક ફેકટરીમાં દરોડા : ડઝનથી પણ વધુ બાળ શ્રમિકો મુક્ત કરાવાયા

0
417
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

અમદાવાદ બચપન બચાવો અને મોરબી ચાઈલ્ડ લાઈન ટીમે ડ્યુરેઝા સીરામીકમાં સંયુક્ત કાર્યવાહી કરતા કારખાનેદારોમાં ફફડાટ : બાળ શ્રમિકોને પણ ભગાડી દેવાયા

મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર નજીક આવેલ ડયુરેઝા સિરામિક નામની ફેકટરીમાં આજે અમદાવાદ,મોરબી ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા દરોડા પાડી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનું ઝડપી લઈ ડઝનથી વધુ બાળ શ્રમિકોને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધારતા ખળભળાટ મચી જવાની સાથે નાના બાળકો પાસે મજદુરી કરાવતા કારખાનેદારોમાં દોડધામ મચી જવા પામી છે.ચોંકાવનારી બાબત તો એ છે કે ચાઈલ્ડ લાઈનની ટીમ સાથે ફેકટરીમાં અણછાજતો વ્યવહાર થવાની સાથે બાળ શ્રમિકોને પણ ભગાડી દેવામાં આવ્યાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર રાણેકપર ગામ નજીક આવેલ ડયુરેઝા સિરામિક નામની ફેકટરીમાં બાળમજૂરો પાસે કાળી મજૂરી કરવામાં આવતી હોવાની બાતમી મળતા આજે અમદાવાદની બચપન બચાવો અને મોરબી ચાઈલ્ડલાઇન ટીમે દરોડો પાડયો હતો અને દરોડા દરમિયાન ડઝનથી વધુ બાળકો મજૂરી કરતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા પરંતુ કારખાનેદાર દ્વારા ચાઈલ્ડ લાઈન સ્ટાફ સાથે અણછાજતું વર્તન કરી બાળશ્રમિકોને ભગાડી દેવામાં આવ્યા હોવાનું ટીમના સભ્ય પણ જણાવી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/