પાલિકા પ્રમુખ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની મહિલાઓએ હઠ પકડ્યા બાદ અંતે મામલો થાળે પડ્યો
મોરબી : મોરબીમાં છતે પાણીએ મહિલાઓને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મચ્છુ ડેમ ભરાંયેલો હોવા છતાં તંત્રના અણઘડ આયોજનના કારણે કૃત્રિમ પાણીની તંગી સર્જાઈ છે. જેમાં મોરબીના શનાળા રોડ સ્કાઇ મોલ સામે આવેલ ચિત્રાનગર સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓએ પાલિકા કચેરીએ દોડી જઈને તંત્ર સામે મોરચો માંડ્યો હતો અને મહિલાઓએ છતે પાણીએ વલખા મારવા પડે તેવો આક્રોશ ઠાલવ્યો હતો.
મહિલાઓ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે છેલ્લા 22 દિવસથી તેમના વિસ્તારમાં પાણી આવતું હતું. તેની અગાઉ પણ પાણી વિતરણ મોડી રાત્રે જ થતું હોવાથી રાત્રે કોઈ જાગતા ન હોવાથી મહિલાઓ.પાણીથી વંચિત રહી જાય છે. જોકે મચ્છુ ડેમ પણ ભરેલો છે છતાં આ રીતે તેમના વિસ્તારમાં કૃત્રિમ પાણીની તંગી સર્જાઈ છે. સાથોસાથ તેમના વિસ્તારમાં કચરો પણ કોઈ ઉપાડવા આવતું નથી. અને લાઈટની પણ સમસ્યા છે. જોકે પાણીની સમસ્યા અંગે મહિલાઓએ અગાઉ પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી. પણ તેમણે પાણી પ્રશ્ને ધ્યાન જ ન આપ્યું હોવાનો જણાવ્યું હતું. આથી, મહિલાઓને વેચાતું પાણી લેવું પડી રહ્યું છે.
જોકે મહિલાઓની રજુઆત વખતે પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હતા.પણ હેડ ક્લાર્ક કાલરીયાને રજુઆત કરી હતી. જોકે નર્મદાનું પાણી બંધ થતાં આ પાણી પ્રશ્ન સર્જાયો હોવાનું તંત્રએ જણાવ્યું હતું. જ્યારે મહિલાઓએ જ્યાં સુધી પાલિકા પ્રમુખ ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની હઠ પકડી હતી. પરંતુ તંત્રએ પાણી પ્રશ્ન યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide