મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

0
80
/

મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા ૧,૭૫,૧૭૦ ફરીયાદીને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવા હુકમ કરવામાં આવેલ છે

મોરબીમાં આવેલ કૈલાશ ઇલેક્ટ્રોનીક્સના માલિક વિજયભાઈ મોહનભાઇ કંઝરીયા રહે.મોરબી વાળાએ ફરીયાદી કરી હતી કે, આરોપી દીપકભાઈ ચંદ્રકાંતભાઈ જાની રહે. મોરબી વાળાએ ઇલેક્ટ્રોનીક્સ માલની ખરીદી કરેલી હતી જેના રૂપીયા ૧,૭૫,૧૭૦ રકમ વસૂલ આપવા આરોપીએ ચેક આપેલ હતો જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા હોવાની અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ચીજ જ્યુડી.મેજીસ્ટ્રેટ એ.એન.વોરાની કોર્ટમાં વર્ષ- ૨૦૧૮ ની સાલમાં દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયા અને એ.પી. કંઝારીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓના આધારે ગત તા ૨૫/૩ ના રોજ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન. વોરાએ આરોપી દીપકભાઈ ચંદ્રકાંતભાઈ જાનીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા ૧,૭૫,૧૭૦ ફરીયાદીને હુકમની તારીખથી ૩૦ દિવસની અંદર ચૂકવવા હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, એ.પી.કંઝારીયા તથા બી.કે.ભટ્ટ રોકાયેલા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/