રાજકોટના અગ્નિકાંડને પગલે જિલ્લા કલેક્ટરના આદેશથી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મામલે સઘન ચકાસણી
એનઓસી વગરની હોસ્પિટલોએ ફાયર સેફટીના તમામ સાધનો લગાવી તંત્રમાં રિપોર્ટ કર્યો, પણ તંત્રએ એનઓસી આપવા માટે આગળની કાર્યવાહી જ ન કરી
મોરબી : હાલ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની દુર્ઘટના પછી હવે તંત્ર સફાળું જાગ્યું છે.જેમાં મોરબી જિલ્લા કલેક્ટરે કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીની પૂરતી સુવિધાઓ છે કે નહીં તે અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હતા.જેના પગલે આરોગ્ય વિભાગ, પાલિકાના ફાયર વિભાગ, ઇલેક્ટ્રિકસીટી અને સિવિલ હોસ્પિટલ એમ મળીને ચાર વિભાગની ટીમ દ્વારા કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મામલે સઘન ચકાસણી કરવામાં આવી હતી.જેમાં ત્રણ હોસ્પિટલમાં બધું જ ઓકે છે.જ્યારે બે હોસ્પિટલમાં ફાયરની સુવિધા તો છે પણ એનઓસી ન મળ્યા હોવાનું ખુલ્યું હતું.
મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના આદેશને પગલે એક સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.દુધરેજીયા, આરોગ્ય વિભાગના ડો.હાર્દિક રંગપરીયા, ઇલેક્ટ્રિકશન વિભાગ ઇન્સ્પેક્ટર તેમજ નગરપાલિકાના ફાયર વિભાગ એમ મળીને ચાર વિભાગની ટીમ દ્વારા મોરબીની સરકારી અને ખાનગી મળીને પાંચ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીમાં મામલે સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું.
જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં , મોરબી કોવિડ હોસ્પિટલમાં, શિવમ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા તથા એનઓસી બધું જ બરાબર જોવા મળ્યું હતું.જ્યારે સદભાવના હોસ્પિટલમાં અને પ્રભાત હોસ્પિટલમાં ફાયર સેફટીની તમામ સુવિધાઓ જોવા મળી હતી.પણ પરંતુ ફાયર સેફટી માટે જરૂરી એનઓસી જ મળ્યા ન હોવાનું ધ્યાને આવ્યું હતું.જેમાં જવાબદાર તંત્રની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું હતું.આ બન્ને હોસ્પિટલોએ ફાયર એનઓસી માટે જવાબદાર તંત્રને એક મહિના પહેલા રજુઆત કરી હતી.આ મામલે જવાબદાર તંત્રે મોરબીની આ બન્ને હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો ચેક કરે પછી જ એનઓસી મળે એમ છે.પણ રાજકોટના સંબધિત તંત્રએ આ મામલે હજુ સુધી ચેકિંગ જ કર્યું નથી.એથી આ બન્ને હોસ્પિટલને ફાયર NOC મળ્યા નથી.
જોકે જે તે વખતે બન્ને હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ થઈ ત્યારે ફાયર એનઓસી ફરજિયાત ન હતું.પરંતુ અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ પછી સરકારે ફરજિયાત ફાયર એનઓસીનો નિયમ લાગુ કરાયો હતો.આથી આ બન્ને હોસ્પિટલોમાં સરકારના ધારા ધોરણ મુજબ ફાયરના સાધનો વસાવી બધું જ કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે.અને દોઢ મહિના અગાઉ એનઓસી માટે રાજકોટ અને અમદાવાદમાં એપ્લાય કરી દીધી છે પણ હજુ રિસ્પોન્સ મળ્યો નથી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide