મોડપર અને બીલીયા ગામ વચ્ચેનો રસ્તો ધોવાયો : રાજપર, કુંતાસી, ફડસર, બોડકી, જીંજોડા, વર્ષામેડી સહિતના ગામો બેટમાં ફેરવાયા
મોરબી : મોરબી જિલ્લામાં સવારથી અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાન સર્જાયું છે. જેમાં મોરબીની જનકનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. જ્યારે ફાટસર ગામે આવેલ તળાવ તૂટયુ હોય ખેતરોમાં પાણી ઘુસ્યા હતા.
વધુ વિગતો જોઈએ તો મોરબી શહેરમાં વાવડી રોડ પર આવેલ જનકનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે. અહીંના સ્થાનિક પાર્થ ભટ્ટના જણાવ્યા પ્રમાણે તંત્રની તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા મળેલ નથી. જો આવીને આવી જ સ્થિતિ રહેશે તોહ લોકોને ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. તેમ તેઓએ જણાવ્યું છે.
આ ઉપરાંત ફાટસર ગામે તળાવ તૂટી ગયેલું હોય તળાવનું પાણી ખેતરોમાં વહેવા લાગ્યું છે.વધુમાં મોડપર-બિલિયા ગામ વચ્ચેનો રસ્તો ધોવાઇ જતા મોડપર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. બીજી તરફ જુના ઘાટીલા પ્લોટ વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો છે. આ સાથે રાજપર, કુંતાસી, ફડસર, બોડકી, જીંજોડા, વર્ષામેડી સહિતના ગામો પણ બેટમાં ફેરવાયા છે.
જનક નગર સોસાયટી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide