મોરબી : તાજેતરમા કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની મોરબી શાખા દ્વારા રામ જન્મભૂમિ ભૂમિપૂજન પ્રસંગની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. શ્રી રામચંદ્રજી પ્રભુની આરતી પૂજા તથા ફટાકડા ફોડી તથા પ્રસાદ સ્વરૂપે શ્રીમદ ભગવદ્દ ગીતાની વહેચણી કરી હતી.
આ પ્રસંગે એન.આઇ.સી.એન. ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી ડાયરેકટર, પીપલ્સ કો. ઓપ. બેંકના સ્થાપક/ડાયરેકટર/વાઇસ ચેરમેન/શાખા સમિતિ સભ્ય ડી. એમ. બાવરવા તથા વી.હી.પ. ના સૌરાષ્ટ્ર પ્રાંત કોષા અધ્યક્ષ તેમજ સહકાર સુગંધ (માસિક) ગુજરાત પ્રાંત પ્રમુખ રમેશભાઈ એસ. પંડ્યા તથા ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સહ સયોજક સુખદેવભાઈ દેલવાણિયા તથા મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પ્રભુદાસભાઈ પનારા તથા ભાજપ મોરબી શહેર મંત્રી નૂતનબેન વીડજા તેમજ બ્રાન્ચ મેનેજર વિશાલભાઈ જોશી, ક્લાર્ક દિગ્વિજયસિંહ ઝાલા, અભિભાઈ બરવાડીયા તેમજ શક્તિસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા, રાજનભાઇ કુરબિયાની ખાસ ઉપસ્થિતીમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી. કોરોના મહામારીને ધ્યાને રાખીને ઉપસ્થિત તમામ વ્યક્તિઓ દ્વારા સોશિયલ ડીસ્ટન્સનું ચુસ્ત પણે પાલન થયેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide