મોરબીની કોટક બેન્ક મા ખાતું ખોલાવ જનાર ગ્રાહકને કડવો અનુભવ : ગ્રાહકની જાણ બહાર મસમોટા ચાર્જીસ કાપી લીધા

0
162
/
ખાનગી બેંક દ્વારા ગ્રાહકના મૂળભૂત અધિકારનું હનન પણ કરી રીતસર ઉઘાડી લૂંટથી રોષ

મોરબી : હાલ મોરબીમાં આવેલી કોટક મહિન્દ્રા બેંક દ્વારા ગ્રાહકને જાણ કર્યા વગર વધારા ચાર્જીસ કાપી લેવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે ગ્રાહક દ્વારા બેંકને જાણ કરવા છતાં કોઈ યોગ્ય પ્રત્યુતર ના મળતા અંતે ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના રામચોક પાસે આવેલી કોટક મહિન્દ્રા બેંકની બ્રાન્ચ દ્વારા ગ્રાહકોના મૂળભૂત હિતો ન જાળવતા હોવાની અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી છે. જેમાં છુટા પૈસા ખાતામાં જમા ન લેવા તેમજ ગ્રાહકની જાણ બહાર તેમના ખાતામાંથી અવનવા ચાર્જીસના બહાના હેઠળ રકમ કાપી લેવામાં આવે છે.

જ્યારે નિયમ મુજબ બેન્ક દ્વારા આવા ચાર્જીસ કાપતા પેહલા અને ચાર્જીસ લાગશે તેની ગ્રાહકને અગાવથી જાણ કરવાની હોય છે. જે નિયમને અન્ય મોટાભાગની બેંકો દ્વારા પાલન કરવામાં આવે છે. તાજેતરમાં જ પરંતુ ગ્રાહકોને લૂંટવા બેઠેલી કોટક બેંકમાં આવા નિયમ અંગે ગ્રાહકને કોઈ જાણ કરાતી નથી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/