[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જિલ્લાની 368 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ICT કમ્યુટર લેબ આપેલ છે. જેમાં 15 કમ્યુટર વિથ ઈયર ફોન,વેબ કેમેરા તેમજ કોટા સ્ટોનના પ્લેટફોર્મ અને ત્રીસ ખુરશીઓ ફાળવેલ છે. કમ્પ્યુટરમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉપયોગ માટે G-SHALA માં તમામ વિષયોનું વિષયવસ્તુ કન્ટેન્ટ પણ આપેલ છે.
વાંચેલું ભુલાય જાય છે જોયેલું થોડું થોડું સમજાય જાય છે. પણ જાતે કરેલું, જાતે શીખેલું યાદ રહી જાય છે,એવા ધ્યેય સાથે દ્રશ્ય-શ્રાવ્ય સાધન તરીકે વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરે અને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એવા શુભાષયથી ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા એ પોતાના મતવિસ્તારની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાની ICT કમ્યુટરલેબનું લોકાર્પણ કર્યું હતું.
સાથે સાથે ધારાસભ્યે વિદ્યાર્થીની જેમ કમ્પ્યુટર ઉપર હિન્દી વિષયનો પાઠ ચાલુ કરી કમ્પ્યુટરની શૈક્ષણિક ઉપયોગીતા વિશે જાત માહિતી પ્રાપ્ત કરી હતી અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ધારાસભ્ય સાથે અરવિંદભાઈ વાંસદડીયા- પ્રમુખ તાલુકા ભાજપ-મોરબી, સરપંચ ડો.ગણેશભાઈ નકુમ, એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ પરમાર વગેરે પણ જોડાયા હતા.બંને શાળાના વિદ્યાર્થીઓએ મહાનુભાવોનું પુષ્પવૃષ્ટિ દ્વારા અદકેરું અભિવાદન કર્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide