સાર્થક વિદ્યામંદિર ખાતે નાતાલની ભારતીય સંસ્કૃતિ મુજબ તુલસી દિવસ તરીકે ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિની આગવી ગરીમાંનું જતન કરવાનો સંદેશ આપ્યો છે.
મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા નાતાલની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી દિવસ તરીકે અનુકરણીય પહેલ કરવામાં આવી હતી. ખાસ કરીને મોરબીમાં સૌપ્રથમ તુલસી દિવસની ઉજવણીની શરૂઆત કરનાર આ વિદ્યાલય છેલ્લા છ વર્ષથી નાતાલની અનોખી ઉજવણી કરવાની પરંપરાને આ વખતે પણ કાયમ રાખી સાર્થક વિદ્યામંદિર દ્વારા આજે નાતાલની તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.આ તુલસી દિવસ નિમિત્તે સમાજમાં અનેરું યોગદાન આપનાર ખાસ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથેસાથે વેદિક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને આયુર્વેદિક દ્રષ્ટિએ તુલસીની મહત્તા દર્શાવતા પોસ્ટરોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર પ્રદર્શનમાં તુલસીના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત ભારતીય સંસ્કૃતિની મહત્તા દર્શાવતા મહાન ગ્રંથો અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ધરોહરને પ્રદર્શન રૂપે ઉજાગર કરવામાં આવી હતી. તુલસી માંથી બનાવેલ ફૂડ સ્ટોલ, તુલસી શરબત, સૂવર્ણપ્રાશન તેમજ 250 જેટલા તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથેસાથે દેશી બનાવટની વસ્તુઓનું પણ પ્રદર્શન-સહ વેચાણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી તેમજ મોરબી નગરપાલિકાના ચિફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide