મોરબીની પી જી પટેલ કોલેજમાં મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી

0
83
/

ઇન્ડિયન મેડીકલ એસોસીએસન, મોરબી ગાયનેકોલોજિસ્ટ એસો અને પી જી પટેલ કોલેજના ઉપક્રમે ઉજવણી કરવામાં આવી હતી 

હાલ આજે તા 08 માર્ચ મહિલા દિવસ નિમિતે મોરબીની પી જી પટેલ કોલેજમાં વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મોરબી ગાયનેકોલોજીસ્ટ એસો અને ઇન્ડિયન મેડીકલ એસો મોરબીના સંયુક્ત ઉપક્રમે પી જી પટેલ કોલેજમાં ખાસ સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જે સેમીનારમાં ડોક્ટર એસોના મહિલા તબીબ ડો. ભાવનાબેન જાની, ડો. હિના મોરી અને ડો. રૂચી પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભાવનાબેન જાનીએ “IMPORTANCE OF EDUCATION”,ડો. હિના મોરીએ “FINANCIAL INDEPENDENCE OF WOMEN” તેમજ ડો.રૂચી પંડ્યાએ EQUALITY OF WOMEN” જેવા સાંપ્રત મુદા પર ખુબ જ રસપ્રદ વક્તવ્ય રજુ કાર્ય હતા.

ઉપરાંત કોલેજની વિધાર્થીનીઓએ પણ મહિલા દિન નિમિતે પ્રેરણાત્મક વકતવ્યો રજુ કર્યા હતા. કોલેજના મહિલા પ્રોફેસર જેસ્મીન અંદાણી, ઈશા વ્યાસ, અને જ્યોતિ કેલાએ ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનવવા માટે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર સ્ટાફગણે તમામ વિધાર્થીનીઓને મહિલા દિનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/