મોરબીની શાળાએ ત્રણ માસની ફી માફીનો નિર્ણય લીધો

0
581
/

હાલ કોરોના મહામારીમાં વેપાર રોજગારને અસર થઇ હોવાથી આર્થિક તંગીનો સામનો સૌ કોઈ કરતુ હોય અને વધુમાં ખાનગી શાળાઓ ફી ઉઘરાવી વાલીઓને પરેશાન કરતી હોવાની ફરિયાદો ગુજરાતના અનેક શહેરમાં જોવા મળી રહી છે ત્યારે મોરબીના એક શાળા સંચાલકે ફી માફી માટેનો અદભુત નિર્ણય કરી બતાવ્યો છે એટલું જ નહિ શાળાના શિક્ષકોએ પણ ત્રણ માસની ફી માફીમાં સહમતી દર્શાવી પગાર નહિ લેવા તૈયાર થયા છે

     મોરબીના રણછોડનગરમાં આવેલ શ્રીમતી એસ પી આહીર વિદ્યાલયમાં ધોરણ ૧ થી ૮ માં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જોકે કોરોના મહામારીને પગલે નબળા પરિવારોની આર્થિક સ્થિતિ સારી ના હોય જેથી કેટલાક વાલીઓ શાળા સંચાલકને મળ્યા હતા અને હાલ તેઓ ફી ભરી શકવા સક્ષમ ના હોય જેથી બાળકનું લીવીંગ સર્ટીફીકેટ કાઢી આપો અને બાદમાં જયારે સગવડ થશે ત્યારે શાળામાં બાળકને ફરી શિક્ષણ આપવા દાખલ કરશે તેમ જણાવતા શાળા સંચાલક પરબતભાઈ આહીર વિચારમાં પડ્યા હતા અને કોરોના મહામારી વચ્ચે વાલીઓની મનોસ્થિતિની ગંભીરતા સમજતા તેઓએ ત્રણ માસની ફી માફી કરવાનો નિર્ણય કર્યો હતો અને શાળાના સ્ટાફ સાથે પરામર્શ કરતા સ્ટાફે પણ ત્રણ માસની ફી માફીમાં સહમતી દર્શાવી સ્ટાફ પગાર નહિ લે અને શિક્ષણ કાર્ય ચાલુ રાખશે તેવી તૈયારી દર્શાવી હતી
શાળાના ટ્રસ્ટીએ ભલે ફી માફીનો નિર્ણય લેવાનું નક્કી કર્યું હોય પરંતુ સ્ટાફના સહકાર વિના તે શક્ય ના હતું કારણકે જો બાળકો પાસેથી ફી ના લેવામાં આવે તો સ્વાભાવિક છે કે શાળા સ્ટાફને પગાર ચૂકવી સકે નહી જેથી આ અંગે શાળાના શિક્ષક ભારતીબેન ચાવડા જણાવે છે કે તેઓ પાંચ વર્ષથી શાળા ખાતે જોડાયેલ છે ટ્રસ્ટીએ ત્રણ માસની ફી માફીનો નિર્ણય અંગે સ્ટાફને વાત કરતા સ્ટાફે પણ પગાર ના લેવા તૈયારી દર્શાવી છે એવું નથી કે શાળાનો બધો સ્ટાફ આર્થિક રીતે સધ્ધર છે અનેક જરૂરિયાતમંદ છે છતાં બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે ફી માફીમાં સહમતી આપી પોતે પગાર નહિ લેવા તૈયાર થયા છે તો શાળાના આચાર્ય આશાબેન વ્યાસ જણાવે છે કે ફી માફીથી વાલીઓને ઘણી રાહત મળશે બાળકોના ભવિષ્યનો વિચાર કરીને શાળાના ટ્રસ્ટીના નિર્ણયને દરકે સ્ટાફે વધાવ્યો હતો અને ત્રણ માસની ફી ના લેતા સ્ટાફ પણ ત્રાસ માસનો પગાર નહિ લે જેનાથી થોડી મુશ્કેલી આવશે પરંતુ બાળકોના ભવિષ્ય સાથે કોઈ બાંધછોડ નહિ કરવા આવો નિર્ણય કરાયો છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/