[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના હસુભાઈ બચુભાઈ પાડલીયાએ તેઓના પિતા સ્વ. બચુભાઈ પાડલીયાની પુણ્યતિથિ નિમિતે શકત શનાળા કુમાર શાળા, કન્યા શાળા અને પ્લોટ શાળા તેમજ ગોકુળનગર પ્રાથમિક શાળાના કુલ 800 જેટલા વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવ્યું હતું.
વિદ્યાર્થીઓને ગરમાગરમ પૂરી, શાક, છાશ, બટેટાપૌવાનું બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. તેમજ ચારેય શાળાના શિક્ષકોએ પણ સાથે પ્રસાદ લીધો હતો. શકત શનાળા પ્રાથમિક શાળા પરિવાર તથા ગોકુલનગર પ્રાથમિક શાળા પરિવાર તરફથી ભોજનના કાયમી દાતા હસુભાઈ પાડલીયા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide