મોરબીની ટાઇલ્સને હલકી કહેનાર વિવેક બિન્દ્રા સામે આક્રોશ વ્યક્ત કરતો સિરામિક ઉદ્યોગ

0
54
/

[રિપોર્ટ: રાઘેશ બુદ્ધભટ્ટી] મોરબી: તાજેતરમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર સીધો પ્રહાર કરી કહેવાતા મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ મોરબીની ટાઇલ્સને હલકી ગણાવતા મોરબીના સિરામિક ઉદ્યોગકારો લાલઘૂમ બન્યા છે. વિવેક બિન્દ્રાના બિલ્ડરો સંદર્ભેના વીડિયોમાં મોરબીના સિરામિક ઉદ્યોગ અને ટાઇલ્સ વિશે ઘસાતું બોલવા સંદર્ભે હાલમાં સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા તેમજ અન્ય હોદ્દેદારોના ધ્યાનમા આવતા તેમને સિરામિક એસોસિએશનના હોદ્દેદારોને જાણ કરતા મામલો ગરમાયો છે અને આગામી દિવસોમાં આ મામલે જરૂર પડે તો બદનક્ષીનો દાવો પણ માંડવા તૈયારી ચાલી રહી છે, સાથે જ ફેસબુકને પણ વિવેક બિન્દ્રાના આ વીડિયોને બ્લોક કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા અને વર્તમાન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના ધ્યાનમાં આ વીડિયો આવતા તેઓએ મોરબી સિરામિક એસોસિએશનને આ ગંભીર બાબતે લીગલ એક્શન લેવા માટે અનુરોધ કર્યો છે. નિલેશભાઈએ જણાવ્યું હતું કે, આજે વિશ્વભરમાં મોરબીનો અદકેરો માન મોભો છે, સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું સ્થાન મેળવવા ઉદ્યોગકારોએ લગલગાટ 30 વર્ષની મહેનત કરી ઉત્કૃષ્ઠ ઉત્પાદન આપ્યા છે તેથી જ આજે દેશની નંબર વન કંપનીઓમાં મોરબીની પ્રતિષ્ઠિત સિરામિક ફેકટરીઓની ગણના થાય છે, આ સંજોગોમાં આવા કહેવાતા મોટીવેશનલ સ્પીકર મોટી કંપનીઓના દલાલ બનીને મોરબીને બદનામ કરે તે જરાપણ ચલાવી ન લેવાય.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/