મોરબી: મહિલાને ઘરકામ મામલે ત્રાસ આપી સાસરિયાઓએ રૂપિયા બે લાખની માંગણી કરી

0
151
/

મોરબી: તાજેતરમા મહિલાને અમદાવાદના સાસરિયાઓએ ઘરકામ મામલે ત્રાસ ગુજાર્યો હોય અને પિતા પાસેથી રૂ ૨ લાખ લઇ આવ નહીતર પિયર પછી જતી રહે તેમ કહી પૈસાની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે

મોરબીના રવાપર કેનાલ રોડની રહેવાસી ભૂમીબેન કિશનભાઈ ગઢિયા (ઉ.વ.૨૭) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ કિશન ધનસુખ ગઢિયા, સાસુ હંસાબેન ધનસુખ ગઢિયા, સસરા ધનસુખ સુંદરજી ગઢિયા, જેતેહ રીલેશ અને જેઠાણી ડીમ્પલબેન રહે બધા અમદાવાદ વસ્ત્રાલ વાળાએ અવારનવાર ઘરકામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોય તેમ તારા પિયરમાં જઈને તારા પિતા પાસેથી રૂ ૨ લાખ લઇ આવ નહીતર તારા પિયર પછી જતી રહે કહીને પૈસાની માંગણી કરી હતી અને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ સ્ટેશને મહિલાની ફરિયાદને આધારે સાસરિયાઓ સામે ગુન્હો નોંધી તપાસ ચલાવેલ છે

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/