પુલ જર્જરિત હાલતમાં હોય, રીનોવેશન પૂર્ણ થયે ફરી ખુલ્લો મુકાશે
મોરબી : હાલ મોરબીનો ઝૂલતો પુલ જર્જરિત હાલતમાં હોય, રીનોવેશનનું કામ શરૂ કરવા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. આ કામ પૂર્ણ થયા બાદ ઝૂલતા પુલને પુનઃ શરૂ કરી મોરબીવાસીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવનાર છે.
મોરબીનો ઝૂલતો પુલ છેલ્લા થોડા સમયથી જર્જરિત હાલતમાં હતો. જેને કારણે છેલ્લા 5થી 6 દિવસથી આ પુલ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે પુલનું સંચાલન કરતા અજંતા ઓરેવાના પીઆરઓ દીપકભાઈ પારેખે જણાવ્યું હતું કે પુલ જર્જરિત હાલતમાં હતો. જેથી રીનોવેશનની કામગીરી ચાલુ કરવામાં આવનાર છે. આ કામગીરી પૂર્ણ થશે એટલે ઝૂલતા પુલને ફરી ચાલુ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે ઝૂલતો પુલ અગાઉ ભૂકંપ આવ્યો તેમાં જર્જરિત થયો હતો. ત્યાર પછી તેનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 વર્ષ સુધી આ પુલ ચલાવવામાં આવ્યો હતો. હવે ફરી તેનું રીનોવેશન હાથ ધરવામાં આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide