મોરબીનો વિસીપરાનો માથાભારે શખ્સ પાસા તળે જેલભેગો કરાયો

0
122
/

મોરબી : હાલ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ દ્વારા માથાભારે તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં અને પાસાની કાર્યવાહી તેજ કરી છે જે અન્વયે મોરબી વિસીપરાના માથાભારે શખ્સ હરભજનસિંગને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

મોરબીમાં અગાઉ ખૂનની કોશિશ અને ગંભીર મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હરભજનસિંગ ઉર્ફે કુલદીપ ઉર્ફે ગેંડો ધવલસિંગ ખીંચી ઉ.19, રહે.વીસીપરા વિસ્તારવાળા યુવાનની જી.મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે દરખાસ્ત મંજૂર થતા હરભજનસિંગની અટકાયત કરી અમદાવાદ જેલ હવાલે કરવા હુકમ કરતા એ ડિવિઝન પોલીસે આ આ માથભારે શખ્સને ઝડપી લઈ અમદાવાદ જેલમાં પણ ધકેલી દીધો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/