આખલાએ ખાસ્સો સમય સુધી જાહેર રોડ ઉપર દંગલ મચાવતા લોકો ભયભીત બન્યા
મોરબી : તાજેતરમા મોરબીના ભરચકક અને અતિશય ટ્રાફિક ધરાવતા અયોધ્યા પુરી રોડ ઉપર ગઈકાલે મોડી સાંજે આખલા યુદ્ધ થયું હતું. આ આખલા યુદ્ધથી થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી અને બન્ને આખલાએ ખાસ્સો સમય સુધી જાહેર રોડ ઉપર દંગલ મચાવતા લોકો ભયભીત બન્યા હતા.
મોરબીના અતિશય ગીચ વિસ્તાર ગણાતા અયોધ્યા પુરી રોડ ઉપર ગઈકાલે મોડી સાંજે અચાનક બે આખલાઓ ભૂરાટા થયા હતા અને જોતજોતામાં બન્ને આખલાએ એકબીજાને શીખડા ભરાવીને દંગલ મચાવ્યું હતું. ખાસ્સો સમય સુધી આ રીતે બન્ને આખલાઓ વચ્ચે યુદ્ધ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને ટ્રાફિક થોડીવાર માટે ખોરવાઈ ગયો હતો. લોકોમાં પણ થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. જો કે શહેરમાં રખડયા ઢોરનો વર્ષોથી સળગતો પ્રશ્ન હોવા છતાં આવા રેઢિયાર ઢોરને ડબ્બે પુરવા માટે તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આખલા યુદ્ધના બનાવો રોજિંદા બન્યા છે. તેથી તંત્ર આ મુદ્દે નક્કર કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide