મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે ગાઢ વ્યાપારી સંબંધો ધરાવે છે. વર્ષે મોરબીથી અંદાજીત 500 કરોડની ટાઇલ્સની થાઇલેન્ડમાં નિકાસ થાય છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે દર મહિને અંદાજે રૂ.30 કરોડની નિકાસ થઈ રહી છે. ભૂકંપના કારણે સિરામિક ઉદ્યોગોનો થાઇલેન્ડ સાથેનો વેપાર અંદાજે બે મહિના સુધી ઠપ્પ થઈ જાય તેવું હાલ લાગી રહ્યું છે. જો કે ત્યારબાદ ત્યાં રીપેરીંગ કામ તેમજ નવા બાંધકામમા ટાઇલ્સની ડિમાન્ડમાં વધારો આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide