ટીખળખોરોના ત્રાસ ને કારણે મોરબીનું મણીમંદિર ફરી બંધ

0
455
/

હાલ મણીમંદિરમાં નુકશાન પહોંચતા રિપેરીગ કરવા માટે બંધ રખાયું હોવાનો સંચાલકોએ નિર્દેશ આપ્યો

મોરબી : આજે મોરબીના ઐતિહાસિક નજરાણા સમાન ભવ્ય સ્થાપત્ય કલના બેનમૂન નમૂના સમાન મણિમંદિરને ચાલુ કર્યાના થોડા દિવસોમાં જ ફરી બંધ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે રવિવારના દિવસે મણીમંદિરમાં મોટી ભીડ ઉમટી પડી હતી અને અમુક ટીખળખોરોએ મણીમંદિરમાં નુકશાન કરતા રિપેરીગ કરવા માટે બંધ રખાયું છે અને રિપેરીગ થાય બાદ ફરી મણિમંદિરને દર્શન માટે ખુલ્લું મુકાશે.

મોરબીનું મણિમંદિર 21 વર્ષ બાદ થોડા સમય અગાઉ રાજવી પરિવાર દ્વારા જાહેર જનતાના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પરંતુ આ મણીમંદિરને ખુલ્લું મુકાયાને હજુ માત્ર અઠવાડિયાનો સમય થયો હશે ત્યાંજ ફરી અમુક ટીખળખોર તત્વોની તોડફોડની પ્રવૃત્તિને કારણે આ મણીમંદિરને બંધ કરવાની નોબત આવી છે. મણીમંદિર ખુલ્લું મુકતાની સાથે જ લોકોનો ઘસારો વધ્યો હતો.ગઈકાલે રવિવાર હોવાથી રજાને કારણે મોટી સંખ્યા લોકો પરિવાર સાથે દર્શન માટે મણીમંદિરમાં ઉમટી પડ્યા હતા.જો કે ગઈકાલે ભીડ ઘણી જ વધુ હોવાથી ભીડ બેકાબુ બનતા યોગ્ય વ્યવસ્થા જાળવવા એક તબક્કે પોલીસને પણ બોલાવવી પડી હતી. તે સમયે અમુક લોકો મણીમંદિરમાં નુકસાન પણ કર્યું છે. જેમાં જારીઓ તેમજ દરવાજાને તોડી નાખી ઠેકી-ઠેકીને બીજા-ત્રીજા માળે ચડી ગયા હતા. જેથી મણિમંદિરમાં ભારે નુકશાન કરતા આ મામલે મણીમંદિરનું સંચાલન કરતા ન્યુ પેલેસ રાજવી પરિવાર વતી મનહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મણિમંદિરમાં તોડફોડ થવાથી તેના રિપેરીગ માટે હાલ બંધ કરાયું છે અને રિપેરીગ થયા બાદ ફરી મણીમંદિરને ચાલુ કરાશે.જેની લોકોને જાણ કરવામાં આવશે. ત્યાં સુધી કોઈએ દર્શન માટે ધક્કો ખાવો નહિ.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/