મોરબી : હાલ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને દલિત સમાજના બે યુગલોએ ઘડિયા લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા છે.
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં સ્વ. રમેશભાઈ શીવાભાઈ ચાવડા (મૂળ જાંબુડીયા, તા. વાંકાનેર)ના પુત્ર રાજેશના લગ્ન મોરબી નિવાસી સુરેશભાઈ ભુપતભાઈ વાઘેલાની પુત્રી વર્ષા સાથે તથા સુરેશભાઈ ભુપતભાઈ વાઘેલાના પુત્ર પ્રકાશના લગ્ન સ્વ. રમેશભાઈ શીવાભાઈ ચાવડાની પુત્રી સાથે આયોજિત કરવામાં આવેલ હતા.આ તકે સમાજના આગેવાનો મનુભાઈ સારેસા મોરબી નગરપાલિકા કાઉન્સિલર, ગૌતમભાઈ સોલંકી નગરપાલિકા કાઉન્સિલર, રાજનભાઈ પુરબીયા યુવા ભાજપ આગેવાન, રવિભાઈ ધૂમલ મહામંત્રી મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો તથા પ્રદેશ મીડિયા કન્વીનર તેમજ ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નામો ઘડિયાળ આપી નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide