મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે દબાણ હટાવવા કલેક્ટરને આવેદન અપાયું

0
68
/
હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

મોરબી : હાલ મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક દરગાહના નામે દિવસે – દિવસે ગેરકાયદે દબાણ વધવા લાગતા આ હટાવવા અંગે આજે હેરિટેજ બચાવો સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

હેરિટેજ બચાવ સમિતિના નેજા હેઠળ કાજલ હિન્દુસ્તાની અને કમલ દવે સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી ખાતે ૧૦૦ વર્ષથી પણ વધારે સમય જૂનું હેરીટેઝ સ્મારક મણી મંદિર આવેલ છે. ગુજરાતના ઐતીહાસિક અદભુત સ્મારકની ઓળખાણ ધરાવતું આ ઐતીહાસીક અદભુત સ્મારક મોરબી તથા ગુજરાતનું ગૌરવ છે. મણીમંદિર હાલ મોરબી સ્ટેટના રાજ માતને વર્ષ ૨૦૦૧ માં ધરતી કંપ આવેલ ત્યારે સમાર કામ અને જાળવણી માટે સરકારે હેન્ડઓવર કરી આપ્યું છે.

ઐતિહાસીક સ્મારકની માલીકી આજે પણ સરકારની છે. પરંતુ મણીમંદિરની બાજુમાં ખુબ જ નાની દરગાહ વગર પરવાનગીએ સ્થાનીક લોકોએ બનાવેલ હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી આ દરગાહના નામે ખુબ જ મોટા સ્કેલમાં ૨ થી ૩ ફલોરમાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરેલ છે. અને આજે પણ આ બાંધકામનું કામ ચાલુ છે. સ્થાનીક પ્રસાસનને આ ગેરકાયદેસર બાંધકામ અટકાવા માટે ખુબ જ રજુઆતો પણ કરેલ છે. પરંતુ અધીકારીઓ તરફથી કોઈ જ પગલા લેવામાં આવેલ નથી. અને કામ ચાલુ છે.

વધુમાં ઐતિહાસીક સ્મારકના કમ્પાઉન્ડમાં અને સ્મારકની દિવાલથી દિવાલ ગેરકાયદેસર બનાવેલ હોય તાત્કાલીક ધોરણે હટાવવામાં આવે અને ત્યાં તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણ ને દુર કરવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/