મોરબી : મોરોબીના જેતપર ગામે આવેલી સતનામ ગેસ એજન્સી સામે જેતપર ગામના નાગરિક અલ્પેશભાઈ લાલજીભાઈ અઘારાએ ડિલિવરી ચાર્જના નામે કૌભાંડ કરાતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે અલ્પેશભાઈ અઘારાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આ મામલે તપાસ કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.
અલ્પેશભાઈ અઘારાએ આ અંગે જણાવ્યું છે કે, જેતપર ગામે આવેલી સતનામ ગેસ એજન્શી દ્વારા લોકોને લૂંટવામાં આવે છે. એજન્સી દ્વારા ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે 33 રૂપિયા ડિલિવરી ચાર્જ વસુલવામાં આવે છે પરંતુ લોકોને સિલિન્ડર ઘરે પહોંચાડવાને બદલે એજન્સીએ લેવા માટે બોલાવવામાં આવે છે. એક મહિનામાં 2 હજાર જેટલી બોટલનું વેચાણ કરવામાં આવે છે. આ રીતે છેલ્લા 10 વર્ષથી ડિલિવરી ચાર્જના રૂપિયા વસુલીને મસમોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે ગ્રાહકે ગેસ સિલિન્ડર બુક ન કરાવ્યો હોવા છતાં ગેસ સિલિન્ડર બુક થયો હોવાનો મેસેજ આવે છે અને સિલિન્ડર મળી ગયું હોવાનો મેસેજ આવી છે. હકીકતમાં ગ્રાહક સિલિન્ડર લેવા જતાં જ નથી. આ રીતે ગ્રાહકના નામે ગેસ સિલિન્ડર બુક કરીને એજન્સી સંચાલક કાળા બજાર કરીને ગેસ સિલિન્ડર અન્ય લોકોને વેચી કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અંગે તેઓ એજન્સીએ રૂબરૂ જતાં ત્યાં તેમને યોગ્ય જવાબ મળ્યો ન હતો. આમ ગેસ એજન્સી દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ અલ્પેશભાઈ અઘારાએ લગાવ્યો છે અને આ અંગે મોરબી કલેક્ટર અને ગ્રામ્ય મામલતદારને રજૂઆત કરાઈ છે કે, આ અંગે તપાસ કરીને એજન્સી સામે પગલાં લઈ અન્ય સારી એજન્સીને સંચાલન આપવામાં આવે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide