મોરબીનું ગૌરવઃ કમલેશ મોદી બન્યા યુટ્યુબના બે સિલ્વર પ્લે બટન મેળવનાર પ્રથમ ગુજરાતી ફૂડ વ્લોગર

0
157
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીઃ તાજેતરમાસોશિયલ મીડિયાનું ચલણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. લોકો યુટ્યુબ, ફેસબુક જેવા પ્લેટફોર્મ પર નવા નવા વીડિયો જોવા પસંદ કરે છે. ત્યારે મોરબીના ફૂડ વ્લોગરે યુટ્યુબના બે સિલ્વર પ્લે બટન મેળવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

મોરબીના કમલેશ મોદી યુટ્યુબમાં અલગ અલગ શહેરોમાં જાણીતી ખાણી-પીણીની વસ્તુઓ ઉપર વીડિયો બનાવીને યુટ્યુબમાં પોતાની ચેનલમાં પોસ્ટ કરતાં રહે છે. આ વીડિયોના મોટી સંખ્યામાં વ્યુઅર પણ હોય છે. ત્યારે પોતાની અલગ અલગ બે યુટ્યુબ ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર પૂર્ણ કરવા બદલ યુટ્યુબ તરફથી કમલેશ મોદીને બે સિલ્વર પ્લે બટન આપવામાં આવ્યા છે. કમલેશ મોદીની ફૂડ ચેનલ કમલેશ મોદી વ્લોગ અને કમલેશ મોદી આઈ એમ ફૂડી નામની બન્ને ચેનલને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન મળ્યા છે. ત્યારે કમલેશ મોદી પ્રથમ ગુજરાતી ફૂડ વ્લોગર બન્યા છે જેની બે ચેનલને આ સિલ્વર પ્લે બટન મળ્યું હોય.મહત્વનું છે કે, કોઈપણ યુટ્યુબ ચેનલ જ્યારે 1 લાખ સબસ્ક્રાઈબર પૂર્ણ કરે ત્યારે તેને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન આપવામાં આવતું હોય છે. આમ કમલેશ મોદીએ બે સિલ્વર પ્લે બટન મેળવીને મોરબી અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/