મોરબી : આજરોજ મોરબી જિલ્લા સહિત મોરબી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલથી શરૂ થયેલી મગફળી વેંચાણની ઓનલાઈન પ્રક્રિયામાં અપૂરતા કોમ્પ્યુટરના ઉપયોગને લઈને ભારે દેકારો મચી ગયો છે. ત્યારે આજે શુક્રવારે પણ મોરબી યાર્ડમાં પાંચ પૈકી એક જ કોમ્પ્યુટર કાર્યરત રહેતા દૂર દૂરથી આવેલા ખેડૂતો ભારે હાડમારીનો સામનો વેઠી રહ્યાં છે.
ગઈકાલે મગફળી વેંચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થતાં જ સૌથી પહેલા તો વીસી કોમ્પ્યુટર ઓપરેટરોએ હડતાળ પર જવાનું શસ્ત્ર ઉગામ્યુ હતું. જો કે, તંત્ર દ્વારા તમામ ઓપરેટરોને સાનમાં સમજાવી દેવતા ઓપરેટરોએ કાર્ય શરૂ કર્યું હતું. અલબત્ત ખેડૂતોની હાડમારીનો આનાથી અંત આવ્યો ન હતો. મોરબી યાર્ડમાં માત્ર 1 જ કોમ્પ્યુટર દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની મંજૂરી મળી હોવાથી ખેડૂતોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. ગઈકાલે જે રીતે સોશિયલ ડિસ્ટનસના ધજાગરા થયા હતા ત્યારે આજે જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ ઉક્ત સમસ્યાને લઈને સતત ઉપસ્થિત રહ્યા હતા.
જો કે, આજથી અમુક ગામોમાં તલાટીઓને ઓનલાઈન પ્રક્રિયાની ફરજ સોંપવામાં આવી છે છતાં ઘણી જગ્યાઓ પર હજુ પણ ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરો હજી હડતાળના મૂડમાં હોય જે તે, ગામના ખેડૂતોને હજી મોરબી સુધી ધક્કા ખાવા પડે છે. જેને લઈને મોરબી માર્કેટિંગયાર્ડમાં ભીડ વધુ થતી હોય તંત્રને પણ સોશિયલ ડિસ્ટનસની જાળવણી કરવામાં ખાસી જહેમત ઉઠાવવી પડી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide