મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસમાં 6,755 મણ જેટલી કપાસની આવક!!

0
47
/
ખેતરોમાં પાકના ઉતારાની સિઝન વચ્ચે માર્કેટ યાર્ડમાં જણસીઓ ઠલવાઇ, ગઈકાલે એક દિવસમાં વિવિધ જણસીઓની 7,695 મણ જેટલી આવક

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આ વખતે અતિવૃષ્ટિએ ખેતીમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે ખેતરોમાં બચેલો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. આમ પણ હવે ચોમાસુ વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. તેથી, હાલ જિલ્લાના મોટાભાગના ખેતરોમાં લહેરાતા તમામ પાકોના ઉતારાની સિઝન ચાલી રહી છે. ખેડૂતો ખેતરોમાંથી પાક ઉતારીને વેચવા માટે માર્કેટ યાર્ડમાં ઠાલવી રહ્યા છે. આથી માર્કેટીંગ યાર્ડમાં પણ વિવિધ જણસીઓની ભારે આવક થવા લાગી છે.

મોરબી જિલ્લાના મોટાભાગના ખેતરોમાં તૈયાર થયેલા કપાસ, ઘઉં, તલ, મગફળી, ચણા, અળદ, બાજરો, ગુવાર, એરંડા, મેથી, રાય સહિતના પાકોનો ખેડૂતો ઉતારો કરીને માર્કેટીંગ યાર્ડમાં વેચવા માટે ઠાલવી રહ્યા છે. મોરબીનું માર્કેટિંગ યાર્ડ આજે સોમવારે ખુલતાની સાથે જ વિવિધ જણસીઓની આવક શરૂ થઈ ગઈ હતી. જેમાં ગઈકાલે મોરબીના માર્કેટ યાર્ડમાં સૌથી વધુ 2,955 મણ કપાસની આવક થઈ છે. જ્યારે ઘઉંની 1,090 મણ, તલની 1 હજાર મણ, મગફળી 1,340 મણ આવક થઈ છે.

જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં મોરબીના માર્કટિગ યાર્ડમાં થયેલી આવક મુજબ કપાસ 6,755 મણ, ઘઉં 2,435 મણ, તલ 1,988 મણ, મગફળી 3075 મણની આવક થઈ છે. કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, સુવાદાણા, અળદ, ચણા, એરંડા, કાળા તલ, મેથી, રાઈ સહિતના પાકોની આજે કુલ 1539 કિવીંટલ એટલે કે 7,695 મણ આવક થઈ છે. જેમાં કપાસના ભાવો રૂ.850 થી 1001 અને ઘઉંના રૂ. 301થી 337, તલના ભાવ રૂ. 1150થી 1800 અને મગફળી ઝીણીના ભાવ રૂ. 500થી 993 સુધીના રહેલ હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/